ડિજિટલ સલામતીના સંસાધનો

ઘર માટેનાં ટૂલ
ડિજિટલ સલામતીના સંસાધનો

કુટુંબો માટે

Be Internet Awesome કૌટુંબિક માર્ગદર્શિકા

તમારા કુટુંબને ઑનલાઇન સલામત અને સ્માર્ટ બનવામાં સહાય કરો

Be Internet Awesome કૌટુંબિક માર્ગદર્શિકા કુટુંબોને ઘરેથી ઑનલાઇન સલામતી અને નાગરિકતા વિશે જાણવા માટેનાં ટૂલ અને સંસાધનો આપે છે. અમે કુટુંબો માટે આ માર્ગદર્શિકા બનાવી છે, જેથી તમે તમારા રોજિંદા જીવનમાં સારી ડિજિટલ આદતોનો સમાવેશ કરી શકો અને તેને આચરણમાં મૂકી શકો.સારી માહિતી ધરાવતી આ માર્ગદર્શિકા તમને અને તમારા બાળકોને એકસાથે મળીને ઑનલાઇન સલામતી વિશે ચર્ચા કરવામાં, જાણવામાં અને વિચારવામાં સહાય કરશે.

બાળકો માટે

Interland

ગેમ રમીને ઇન્ટરનેટના નિષ્ણાત વપરાશકર્તા બનો.

Interland એ આનંદ આપે તેવી ઑનલાઇન ગેમ છે, જેના થકી ડિજિટલ સલામતી અને નાગરિકતા વિશે શીખવું ક્રિયાપ્રતિક્રિયાત્મક અને મનોરંજક બને છે—ઇન્ટરનેટની જેમ જ. અહીં, બાળકો સારા ડિજિટલ નાગરિક બનવા માટે જરૂરી કુશળતાનો ઉપયોગ કરીને, તેમની સાથેના ઇન્ટરનૉટને ખરાબ વર્તન કરતા હૅકર, ફિશર, વધુ પડતું શેર કરતાં લોકો અને ધમકાવતાં લોકો સામે લડવા માટે સહાય કરે છે.

હોમ માટે વધુ

Internet Awesome માટેની ટિપ

અમારા Awesome પ્રોગ્રામ માટે દિશાનિર્દેશોના દરેક સ્થંભ માટે 5 ઝડપી ટિપ મેળવો, જે તમને ઑનલાઇન સલામત, સ્માર્ટ અને હકારાત્મક બનવામાં સહાય કરશે

ડાઉનલોડ કરો

કૌટુંબિક પ્રતિજ્ઞા

ઑનલાઇન સલામત અને વિશ્વાસથી ભરપૂર બનવાની પ્રતિબદ્ધતા ઘરેથી શરૂ થાય છે અને ઑનલાઇન હો ત્યારે ઇન્ટરનેટ વિદ્વાન - ચતુર, સાવચેત, સુરક્ષિત, દયાળુ અને બહાદુર - બનવાના આચરણ માટેની પ્રતિજ્ઞાથી મજબૂત બને છે.

ડાઉનલોડ કરો

ઇન્ટરનૉટની પેપરક્રાફ્ટ પ્રવૃત્તિનો નમૂનો

ઇન્ટરનૉટ આ મનોરંજક અને હાથવગી પેપર પ્રવૃત્તિ થકી સ્ક્રીનમાંથી બહાર આવીને વાસ્તવિક જીવનમાં પ્રગટ થાય છે.

ડાઉનલોડ કરો