બાળકોને ઑનલાઇન વિશ્વના સુરક્ષિત અને વિશ્વાસથી ભરપૂર અન્વેષકો બનવામાં સહાય કરવી.

.
ગેમ રમીને ઇન્ટરનેટના નિષ્ણાત વપરાશકર્તા બનો.Interlandની શોધખોળ કરો

ઇન્ટરનેટનો સૌથી વધુ લાભ મેળવવા માટે, બાળકોએ સ્માર્ટ નિર્ણયો લેવા માટે તૈયાર થવું જરૂરી છે. Be Internet Awesome પ્રોગ્રામ બાળકોને ડિજિટલ નાગરિકતા અને સલામતીના મૂળભૂત સિદ્ધાંતો શીખવાડે છે, જેથી તેઓ ઑનલાઇન વિશ્વની આત્મવિશ્વાસથી શોધખોળ કરી શકે.

Awesome પ્રોગ્રામ માટે દિશાનિર્દેશો

મૂળભૂત સિદ્ધાંતો

ઇન્ટરનેટના સ્માર્ટ વપરાશકર્તા બનો

કાળજીપૂર્વક શેર કરો

સારા (અને ખરાબ) સમાચાર ઑનલાઇન બહુ ઝડપથી ફેલાય છે અને લાંબો વિચાર ન કરતા બાળકો એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જેના પરિણામો લાંબા સમય સુધી અસર કરતા હોય છે. આનો ઉકેલ શું છે? તેઓ જાણતાં હોય અને ન જાણતાં હોય તે લોકોની સાથે શેર કરવાની રીત શીખવી.

જવાબદારીપૂર્વક સંદેશાવ્યવહાર કરો

  • જો કોઈ બાબત કહેવી યોગ્ય ન હોય, તો તે પોસ્ટ કરવી પણ યોગ્ય નથી; તેથી ઑનલાઇન સંદેશાવ્યવહારને રૂબરૂ સંદેશાવ્યવહાર તરીકે માનીને વિચારપૂર્વક શેર કરવાને પ્રોત્સાહન આપો.
  • કયા પ્રકારનો સંદેશાવ્યવહાર યોગ્ય છે (અને યોગ્ય નથી) તેના વિશેની માર્ગદર્શિકા બનાવો.
  • કુટુંબીજનો અને મિત્રોની વ્યક્તિગત વિગતો ખાનગી રાખો.

ઇન્ટરનેટના સાવચેત વપરાશકર્તા બનો

નકલીની જાળમાં ફસાશો નહીં

ઑનલાઇન લોકો અને પરિસ્થિતિઓ હંમેશાં એવા નથી હોતા જેવા દેખાય છે એ વિશે બાળકોને જાગરૂક થવામાં સહાય કરવી એ મહત્ત્વનું છે. ઑનલાઇન સલામતીમાં અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો એ સૌથી વાસ્તવિક પાઠ છે.

સંભવિત સ્કૅમના ચિહ્નો જાણો

  • જો “જીતો” અથવા કશુંક “મફત” મેળવો વિશેના નિવેદનો સાચાં હોવાનું માની ન શકાય તેવાં લાગતાં હોય તો તે મોટા ભાગે ખોટાં જ હોય છે.
  • વાજબી આદાનપ્રદાનમાં કોઈપણ વ્યક્તિગત માહિતીનો સમાવેશ ન થવો જોઈએ.
  • ઑનલાઇન કાર્ય કરતા પહેલાં હંમેશાં ગંભીર વિચાર કરો અને તમારા આત્માના અવાજ પર વિશ્વાસ કરવાનું શીખો. ઇમેઇલ, ટેસ્ક્ટ મેસેજ અથવા અન્ય ઑનલાઇન સંદેશાવ્યવહારમાં વિશ્વસનીય સંપર્ક હોવાનો ડોળ કરીને લૉગ ઇનની કે એકાઉન્ટની વિગતો જેવી માહિતી ચોરવાના પ્રયાસ—ફિશિંગના પ્રયત્નો વિશે સાવચેત રહો.

ઇન્ટરનેટના સશક્ત વપરાશકર્તા બનો

તમારી ખાનગી માહિતીને સુરક્ષિત રાખો

વ્યક્તિગત પ્રાઇવસી અને સુરક્ષા જેટલી ઑનલાઇન મહત્ત્વપૂર્ણ છે એટલી જ ઑફલાઇન મહત્ત્વપૂર્ણ છે. મૂલ્યવાન માહિતીનું સંરક્ષણ કરવાથી બાળકોને તેમનાં ડિવાઇસ, પ્રતિષ્ઠા અને સંબંધોને નુકસાન થતું અટકાવવામાં સહાય મળે છે.

સશક્ત પાસવર્ડ બનાવો

  • તે યાદ રહે તેવો બનાવો, પણ તેમાં નામ અથવા જન્મતારીખો જેવી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવાનું ટાળો.
  • અપરકેસના અક્ષરો, લોઅર કેસના અક્ષરો, ચિહ્નો અને અંકોના મિશ્રણનો ઉપયોગ કરો.
  • અXરોમાં આnee jમ ચિ#no & Nકો મૂકો.

તેને સ્વિચ કરો

  • એકથી વધારે સાઇટ પર એકસમાન પાસવર્ડનો ઉપયોગ ન કરશો.
  • અલગ એકાઉન્ટ માટે એકસમાન પાસવર્ડના થોડાં વિવિધ રૂપો બનાવો.

ઇન્ટરનેટના સુસંગત વપરાશકર્તા બનો

દયાળુ બનવું એ સારી વાત છે

ઇન્ટરનેટ એવું શક્તિશાળી ઍમ્પ્લિફાયર છે, જેનો ઉપયોગ હકારાત્મકતા અને નકારાત્મકતા બન્નેને ફેલાવવા માટે કરી શકાય છે. બાળકો ઑનલાઇન પગલાં લેવામાં "અન્ય લોકો સાથે એવું વર્તન કરો જેવા વર્તનની તમે એમની પાસેથી અપેક્ષા રાખો છો" નિયમ અપનાવીને, અન્ય લોકો માટે હકારાત્મક અસર ઊભી કરીને અને ગુંડાગીરીભર્યા વર્તનને જાકારો આપીને સૌથી સુરક્ષિત અને લોકપ્રિય પગલાં લઈ શકે છે.

ઉદાહરણ સેટ કરો

  • હકારાત્મકતા ફેલાવવા માટે ઇન્ટરનેટની શક્તિનો ઉપયોગ કરો.
  • હાનિકારક અથવા ખોટા મેસેજ બીજાં લોકોને પાસ ન કરીને તેમને ફેલાતા અટકાવો.
  • બીજાં લોકોના મતભેદને માન આપો.

પગલું લો

  • ઑનલાઇન હલકી કક્ષાના અથવા અનુચિત વ્યવહારને બ્લૉક કરો.
  • જેમને કોઈ વ્યકિત ધમકાવતી હોય તેમને સાથ-સહકાર આપવાનો પ્રયાસ કરો.
  • કોઈ ઑનલાઇન ધમકાવે તેના વિશે અવાજ ઊઠાવવા અને જાણ કરવા વિશે બાળકોને પ્રોત્સાહન આપો.

ઇન્ટરનેટના બહાદુર વપરાશકર્તા બનો

જ્યારે શંકા હોય, ત્યારે તેના વિશે વાત કરો

ડિજિટલ પ્રકારની કોઈપણ અને બધી મુલાકાતો પર લાગુ થતી એક બાબત આ છે: જ્યારે બાળકોની સમક્ષ કશુંક સંદેહાત્મક આવે, ત્યારે તેઓ કોઈ વિશ્વાસપાત્ર વડીલની સાથે સહજતાથી વાત કરી શકવાં જોઈએ. વડીલો ઘરે અને વર્ગમાં ખુલ્લા મનથી થતી ચર્ચાને પ્રોત્સાહન આપીને આવા વર્તનને પોષી શકે છે.

ઇન્ટરનેટ પર બહાદુરીપૂર્વકના વર્તનને પ્રોત્સાહન આપો

  • ટેક્નોલોજી સંબંધિત કુટુંબના અને વર્ગના નિયમો તથા અપેક્ષાઓની સાથે-સાથે અયોગ્ય ઉપયોગના પરિણામો વિશે સ્પષ્ટ રહો.
  • બાળકોની વારંવાર તપાસ કરીને અને તેમને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન આપીને સંવાદ ચાલુ રાખો.
  • વાતચીતને શિક્ષકો, કોચ, સલાહકારો, મિત્રો અને સગાં જેવાં અન્ય વિશ્વસનીય વડીલો સુધી વિસ્તારો.

ટૂલ અને સંસાધનો

સુરક્ષિત રહેવાય તેવું વર્તન કરો.
સુરક્ષિત રહીને શીખો.
સુરક્ષિત રહો.

.
 
.

Be Internet Awesome અભ્યાસક્રમ

વર્ગમાં ઑનલાઇન સલામતી શીખવતા શિક્ષકો ISTE સીલ ઑફ અલાઇન્મેન્ટ પ્રાપ્ત કર્યું હોય અને મૂળભૂત અધિકારોને જીવંત કરતી વર્ગની પ્રવૃત્તિઓ ધરાવતા હોય તેવા પાઠના પ્લાન ડાઉનલોડ કરી શકે છે.

ડાઉનલોડ કરો
 
.

Be Internet Awesome પ્રતિજ્ઞા

ઘરે ઑનલાઇન સલામતી વિશે વાતચીતનો દોર સંભાળતાં માતાપિતા મૂળભૂત સિદ્ધાંતોની સમીક્ષા કરીને અને સાથે મળીને આ પ્રતિજ્ઞા લઈને સમગ્ર કુટુંબને એકસમાન માનસિક સ્તરે લાવવા માટે પ્રોત્સાહન આપી શકે છે.

ડાઉનલોડ કરો

અમારા ભાગીદારો

ઑનલાઇન સલામતીના નિષ્ણાતો

પ્રોગ્રામનો દરેક ઘટક કુટુંબોએ અને શિક્ષકોએ જાણવી જરૂરી હોય તે દરેક બાબત પર ધ્યાન આપે છે તે સુનિશ્ચિત થાય તે માટે અમે ડિજિટલ સલામતીના નિષ્ણાતો સાથે કાર્ય કર્યું.