બાળકો માટે
Interland
ગેમ રમીને ઇન્ટરનેટના નિષ્ણાત વપરાશકર્તા બનો.
Interland એ સાહસોથી ભરપૂર ઑનલાઇન ગેમ છે, જેના થકી ડિજિટલ સલામતી અને નાગરિકતા વિશે શીખવું ક્રિયાપ્રતિક્રિયાત્મક અને મનોરંજક બને છે—ઇન્ટરનેટની જેમ જ. અહીં, બાળકો સારા ડિજિટલ નાગરિક બનવા માટે જરૂરી કુશળતાનો ઉપયોગ કરીને, તેમની સાથેના ઇન્ટરનૉટને ખરાબ વર્તન કરતા હૅકર, ફિશર, વધુ પડતું શેર કરતાં લોકો અને ધમકાવતાં લોકો સામે લડવા માટે સહાય કરે છે.
શિક્ષકો માટે
Be Internet Awesome અભ્યાસક્રમ
વિદ્યાર્થીઓને જવાબદાર ડિજિટલ નાગરિકો બનવામાં સહાય કરો.
Be Internet Awesome અભ્યાસક્રમ શિક્ષકોને એવાં ટૂલ અને પદ્ધતિઓ આપે છે જે તેમના માટે ડિજિટલ સલામતીના મૂળભૂત સિદ્ધાંતો શીખવવા માટે જરૂરી હોય છે. Google દ્વારા iKeepSafe સાથેની ભાગીદારીમાં ડેવલપ કરવામાં આવેલું કન્ટેન્ટ શિક્ષકો સૌથી ગંભીર પાઠ—અને Interlandનો રોમાંચ—શીખવી શકે તે માટે સહાય કરે છે.
અભ્યાસક્રમમાં પાંચ વિષયો માટે પાઠની યોજનાઓ, સાથે Interlandને પૂર્ણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને કાર્યપત્રકોનો સમાવેશ થાય છે.
Be Internet Awesomeના બધા ઘટકો:
- ISTE ધોરણોને અનુરૂપ બનો
- કોઈપણ વ્યક્તિગત માહિતી અથવા લૉગ ઇન માહિતીની જરૂર નથી
- તમામ ડિવાઇસમાં ઉપયોગમાં લઈ શકાય છે
- દરેક વ્યક્તિ માટે નિઃશુલ્ક છે