પ્રિન્ટ કરી શકાય તેવી પ્રવૃત્તિઓ

Be Internet Awesomeની Interlandને ઑફલાઇન જીવંત બનાવો
પ્રિન્ટ કરી શકાય તેવી પ્રવૃત્તિઓ

વર્ગો માટે

Be Internet Awesome શીખવાડવામાં સહાય માટે સ્લાઇડ ધરાવતી, નવી, ક્રિયાપ્રતિક્રિયાત્મક, પ્રિન્ટ કરી શકાય તેવી પ્રવૃત્તિઓ

ઇન્ટરનેટના સ્માર્ટ વપરાશકર્તા બનો

કાળજીપૂર્વક શેર કરો

સારા (અને ખરાબ) સમાચાર ઑનલાઇન બહુ ઝડપથી ફેલાય છે અને લાંબો વિચાર ન કરતા બાળકો એવી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જેના પરિણામો લાંબા સમય સુધી અસર કરતા હોય છે. આનો ઉકેલ શું છે? તેઓ જાણતાં હોય અને ન જાણતાં હોય તે લોકોની સાથે શેર કરવાની રીત શીખવી.

ઇન્ટરનેટના સાવચેત વપરાશકર્તા બનો

નકલીની જાળમાં ફસાશો નહીં

ઑનલાઇન લોકો અને પરિસ્થિતિઓ હંમેશાં એવા નથી હોતા જેવા દેખાય છે એ વિશે બાળકોને જાગરૂક થવામાં સહાય કરવી એ મહત્ત્વનું છે. ઑનલાઇન સલામતીમાં અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો એ સૌથી વાસ્તવિક પાઠ છે.

ઇન્ટરનેટના સશક્ત વપરાશકર્તા બનો

તમારી ખાનગી માહિતીને સુરક્ષિત રાખો

વ્યક્તિગત પ્રાઇવસી અને સુરક્ષા જેટલી ઑનલાઇન મહત્ત્વપૂર્ણ છે એટલી જ ઑફલાઇન મહત્ત્વપૂર્ણ છે. મૂલ્યવાન માહિતીનું સંરક્ષણ કરવાથી બાળકોને તેમનાં ડિવાઇસ, પ્રતિષ્ઠા અને સંબંધોને નુકસાન થતું અટકાવવામાં સહાય મળે છે.

ઇન્ટરનેટના સુસંગત વપરાશકર્તા બનો

દયાળુ બનવું એ સારી વાત છે.

ઇન્ટરનેટ એવું શક્તિશાળી ઍમ્પ્લિફાયર છે, જેનો ઉપયોગ હકારાત્મકતા અને નકારાત્મકતા બન્નેને ફેલાવવા માટે કરી શકાય છે. બાળકો ઑનલાઇન પગલાં લેવામાં "અન્ય લોકો સાથે એવું વર્તન કરો જેવા વર્તનની તમે એમની પાસેથી અપેક્ષા રાખો છો" નિયમ અપનાવીને, અન્ય લોકો માટે હકારાત્મક અસર ઊભી કરીને અને ગુંડાગીરીભર્યા વર્તનને જાકારો આપીને સૌથી સુરક્ષિત અને લોકપ્રિય પગલાં લઈ શકે છે.

ઇન્ટરનેટના બહાદુર વપરાશકર્તા બનો

જ્યારે શંકા હોય, ત્યારે તેના વિશે વાત કરો

ડિજિટલ પ્રકારની કોઈપણ અને બધી મુલાકાતો પર લાગુ થતી એક બાબત આ છે: જ્યારે બાળકોની સમક્ષ કશુંક સંદેહાત્મક આવે, ત્યારે તેઓ કોઈ વિશ્વાસપાત્ર વડીલની સાથે સહજતાથી વાત કરી શકવાં જોઈએ. વડીલો ઘરે અને વર્ગમાં ખુલ્લા મનથી થતી ચર્ચાને પ્રોત્સાહન આપીને આવા વર્તનને પોષી શકે છે.